કોંગ્રેસ દ્વારા આજથી દેશભરમાં કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ દેશવ્યાપી પ્રદર્શનો યોજવામાં આવશે. જણાવી દઈએ કે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી યોજાશે. જાણકારી મુજબ, આ પ્રદર્શનમાં દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ, બેરોજગારી, તેલની કિંમતોમાં થઇ રહેલા વધારા, બેન્કિંગ સિસ્ટમ, સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરીની કટોતી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓને લઇને કોંગ્રેસ પ્રદર્શન કરશે.