કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડનું ધારાસભ્યપદ રદ કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટે તેમનું ધારાસભ્યપદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પગલે વિધાનસભામાં સરકારે ભગા બારડને ધારાસભ્ય તરીકે યથાવત રાખ્યા છે. જણાવી દઈએ કે આ નિર્ણય બાદ ભગા બારડ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યા છે.