દેશની સુરક્ષા પ્રણાલીઓને હેક કરી ડેટા ચોરવાના પ્રયાસ અવારનવાર થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં સાયબર ક્રિમિનલ્સે તામિલનાડુમાં આવેલા કુડનકુલમ પરમાણુ વીજમથક પર સાયબર એટેક કરાયો હતો. શરૂઆતમાં સરકારે આ પ્રકારનો કોઈ હુમલો થયો હોવાનું નકારી કાઢયું હતું પરંતુ એક દિવસ બાદ ન્યુક્લિયર પાવર કોર્પોરેશને સ્વીકાર્યું છે કે, કુડનકુલમ પરમાણુ વીજમથક ખાતેની એનપીસીઆઇએલની સિસ્ટમ પર માલવેર એટેક કરાયો છે. જોકે આ હુમલાના કારણે વીજમથક ખાતેના એક કર્મચારીના પર્સનલ કોમ્પ્યૂટરને થોડું નુકસાન થયું છે. કુડનકુલમ પરમાણુ વીજમથકની કોર સિસ્ટમ્સ ઇન્ટરનેટ સાથે જોડાયેલી ન હોવાના કારણે સાયબર એટેકથી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.