ગુજરાતના માથેથી 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5થી 7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મહા વાવાઝોડાના પદલે NDRFની ટીમ સતર્ક થઇ ગઇ છે. હાલ NDRFની 15 ટીમોને એલર્ટ કરાઇ છે.