વિશ્વનાં સૌથી વધુમાં વધુ પ્રદૂષિત શહેરમાં દિલ્હી પહેલા ક્રમે આવ્યું છે. દિવાળી પછી દિલ્હીની હવા સતત બગડી રહી છે અને દિલ્હીનાં આકાશ પર ઝેરી તત્ત્વો ધરાવતા ધુમ્મસ અને ધુમાડાનાં ગાઢ વાદળો છવાયાં છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૨૭ પર પહોંચ્યો હોવાનું ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનો રિપોર્ટ જણાવે છે. વિશ્વનાં ટોપ ૧૦ પ્રદૂષિત શહેરોમાં કોલકાતા પાંચમા અને મુંબઈ નવમા ક્રમે છે જેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુક્રમે ૧૬૧ અને ૧૫૩ છે. સ્કાયમેટની યાદીમાં પાકિસ્તાન, ચીન, વિયેટનામ અને નેપાળનાં શહેરોનો પણ સમાવેશ થાય છે.