મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદથી જ ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણના કારણે રાજ્યમાં સરકારની તસવીર સ્પષ્ટ નથી થઈ રહી. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ બુધવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શિવસેનાએ પોતાના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે બોલાવી છે જેમાં શિવસેના પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે.