મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની રચના બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું કે, અજિત પવારના શપથ ગ્રહણમાં હાજર રહેલા મારી પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે છેતરપિંડી કરાઇ છે. અજિત પવારના શપથમાં હાજર રહેલા ૩ ધારાસભ્યોને પત્રકારો સમક્ષ રજૂ કરતાં અમને ખાતરી છે કે, આજે શપથ લેનાર ભાજપનાં નેતૃત્વ હેઠળની સરકાર પાસે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવા માટે પૂરતી બહુમતી નથી. અમે શિવસેનાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં સરકાર રચવા માગીએ છીએ.