અરબી સમુદ્રમાં "ક્યાર" નામનું વાવાઝોડુ સક્રિય થયુ છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું દર છ કલાકે સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે. વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર પાકને વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
હાલ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ ઓમાન તરફ ફંટાશે. જોકે, વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે જોવા મળશે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે બંદરો પર એક નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.