દિલ્હી અને એનસીઆરમાં લોકોને ગૂંગળાવી નાખનાર વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રીજું લોચન ખોલ્યું હતું અને દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ઉત્તરપ્રદેશ સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે પંજાબ, હરિયાણા અને યુપી એમ ૩ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને સમન્સ બજાવ્યાં હતાં અને વાયુ પ્રદૂષણ રોકવા શું પગલાં લીધા તે અંગે જવાબ આપવા બુધવારે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. દિલ્હી સરકારને આડે હાથ લેતા કોર્ટે કહ્યું કે, ઓડ-ઈવનથી કેટલું પ્રદૂષણ ઘટયું તેના આંકડા શુક્રવાર સુધીમાં કોર્ટમાં રજૂ કરો.