પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સરમુખત્યાર પરવેઝ મુશર્રફને મંગળવારે દેશદ્રોહના કેસમાં પેશાવર હાઇકોર્ટની વિશેષ અદાલતે ફાંસીની સજાનો ચુકાદો આપ્યો હતો. પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના પહેલા પૂર્વ લશ્કરી શાસક છે જેમની સામે દેશદ્રોહના આરોપસર કેસ ચલાવી દોષી ઠેરવવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર પેશાવર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વકાર એહમદ શેઠના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચ ધરાવતી વિશેષ અદાલતે વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાનમાં કટોકટીનું શાસન લાદી બંધારણ રદ કરી દેવા માટે પરવેઝ મુશર્રફને ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ દોષી ઠેરવ્યા હતા.