વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. ગેસના ભાવ પણ સરકારે ઘટાડ્યા છે.
આ નિર્ણયની પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પ્રશંસા કરીને કહ્યુ છે કે, ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર રશિયા પાસે સસ્તા ભાવે ઓઈલ ખરીદ્યુ છે અને તેના કારણે ભારત માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવા શક્ય બન્યા છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, રશિયા સાથે દોસ્તી વધારીને મારી સરકાર પણ આ જ કરવા માંગતી હતી પણ ગદ્દારોના કારણે મારી સરકાર ઉથલી ગઈ હતી.