કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા પંજાબના પૂર્વ સીએમ બીઅંતસિંહના હત્યારા બલવંતસિંહ રાજોઆનાની ફાંસીને સજાને આજીવન કેદમાં ફેરવવા ભલામણ કરવામાં આવી છે. ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીએ શુભેચ્છાનાં પ્રતીકરૂપે તેમજ માનવતાનાં ધોરણે આ નિર્ણય લેવાયો હતો. પંજાબ અને ચંડીગઢના સત્તાવાળાઓને આ અંગેની જાણ કરાઈ હતી. ચંડીગઢ વહીવટીતંત્ર દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાનો પત્ર જાહેર કરાશે. બલવંતસિંહ રાજોઆનાને ૨૦૦૭માં ફાંસીની સજા કરાઈ હતી જેમને હવે આજીવન કેદની સજા ફરમાવાઈ છે.