લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે મહિલાઓ સામે વધી રહેલા અપરાધને લઈને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યુ છે. ચૌધરીએ આ જ તર્જ પર નિવેદન આપતા કહ્યુ હતુ કે, દેશમાં રોજ એક સામૂહિક રેપની ઘટના અને યુવતીઓને સળગાવવાની ઘટના સામે આવી રહી છે. રોજ 106 રેપ થાય છે. 10માંથી ચાર પીડિતા સગીર વયની હોય છે. ચારમાંથી એક જ ઘટનામાં આરોપીને સજા મળે છે. આપણે બધાએ શરમાવું જોઈએ.