Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાવનગર રો-રો ફેરીને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. લોકોમાં ખુબ જ લોકપ્રિય બનેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આગામી 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે. ઇન્ડિગો સી-અવેઝ કંપની દ્વારા આ જાહેરાત કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબ જ મોટી માત્રામાં સિસ્ટેશન થઇ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રીશ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી. 

મહત્વનું છે કે, રો-રો ફેરી ફરી ચાલુ કરવા માટે ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટ્સ રહેશે. આ એમ્પાવર્ડ ગ્રુપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ