Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોમવારના રોજ વાસુદેવ મહેતાના જન્મદિવસે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી
સભાગૃહમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે "પત્રકાર શિરોમણિ વાસુદેવ મહેતા" ગ્રંથનું લોકાર્પણ થયું હતું. ગ્રંથનું લોકાર્પણ કરતાં કુમારપાળ દેસાઈએ 
જણાવ્યું હતું કે તેઓ ખમીર, ખુદાઈ અને ખુદાઈના સત્ત્વશીલ અને સત્યનિષ્ઠ પત્રકાર હતા. તેમણે પોતાની કલમ દ્વારા ગુજરાતી પત્રકારત્વને ધન્ય કર્યું હતું. તેમણે અનેક ઉદાહરણો આપીને કહ્યું હતું કે તેઓ પોતાની જરૂરિયાતો ઓછી રાખતા, કરકસરથી જીવી શકતા તેને કારણે પ્રામાણિક રહી શકતા. તેમણે નીડરતાથી કલમ ચલાવી હતી. તેઓ રાજકારણ હોય કે ધર્મ હોય, ડર્યા વિના પોતાવા વિચારો રજૂ કરી શકતા.

આ  પ્રસંગે પુસ્તકનાં સંપાદકો અનિતા તન્ના અને રમેશ તન્નાએ પ્રાસંગિક વાતો કરી હતી. અનિતા તન્નાએ જણાવ્યું હતું કે અમારા માટે સંપાદનનો અનુભવ યાદગાર બન્યો. તેનાથી અમારું ઘડતર પણ થયું. રમેશ તન્નાએ પોતાના વિગતવાર અને અભ્યાસી વ્યાખ્યાનમાં જણાવ્યું તું કે વાસુદેવ મહેતાએ વાચકોને નાગરિકો બનાવવાનું કાર્ય કર્યું હતું. તેઓ માનવતાવાદી હતા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટેના આગ્રહી હતા. તેમનું લેખન અને જીવન બન્ને સ્વસ્થ સમાજના નિર્માણને પ્રતિબદ્ધ હતું. બે સદીના સેંકડો ગુજરાતી પત્રકારોમાં વાસુદેવ મહેતા આગલી હરોળમાં સ્થાન પામ્યા હતા. તેઓ નીડરતાથી લખતા, આક્રમકતાથી પોતાની વાત મૂકતા પણ તેમાં ડંશ પણ નહોતો અને દ્વેષ પણ નહોતો. તેઓ શાસકોનો કાન પકડતા તો જરૂર પડે વાચકની રુચિ ઘડવા વાચકોને પણ ઠમઠોરતા.  

"પત્રકાર શિરોમણિ વાસુદેવ મહેતા" આ પુસ્તકનું પ્રકાશન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું છે. આ પુસ્તકમાં વાસુદેભાઈ મહેતાએ વિશે વિવિધ 25 વ્યક્તિએ લખેલા લેખો, તેમણે પોતે પોતાના વિશે રજૂ કરેલી કેફિયત, તેમના જીવન-કવનને રજૂ કરતી તેમની ત્રણ મુલાકાતો, તેમણે આપેલાં વ્યાખ્યાનો, તેમણે હિંદુ-મુસ્લમ સમુદાયને લખેલા જાહેર પત્રો, તેમનાં પુસ્તકો, તેમના જીવનની યાદગાર તસવીરો વગેરેનો સમાવેશ કરાયો છે. 

આ પ્રસંગે વાસુદેવભાઈના દીકરા ધ્રુવમન મહેતાએ આભારવિધિ કરી હતી તો સંચાલન જશુભાઈ કવિએ કર્યું હતું.

આ સમારંભમાં જાણીતા પત્રકારો-તંત્રીઓ અને સ્વ. વાસુદેવ મહેતાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.