Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડો ધીમંત પુરોહિત 

આમેય પારસીઓની વસ્તી દુનિયામાં હવે એક લાખથીયે ઓછી છે. દેશમાં તો માત્ર સાઈઠ હજાર. એવામાં એક પારસીનું મૃત્યુ કેટલું મોટું નુકસાન. એમાયે અમારા મંચી શેઠ તો એકે હજારા જેવા. એમના અવસાનથી પારસી સમાજ અને દેશને કદી પૂરી ના શકાય એટલી મોટી ખોટ પડી છે. મંચેરજી કામા, એશિયાના સૌથી જુના ૨૦૦ વર્ષના અખબાર ‘મુંબઈ સમાચાર’નાં માલિક. ૧લી જુલાઈ ૨૦૨૧નાં રોજ , પોતાના વ્હાલા અખબાર મુંબઈ સમાચારને એના ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કરાવીને ૩જી જુલાઈએ શેઠે આ દુનિયામાંથી વિદાય લીધી.

અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’નાં શેઠ શાંતિલાલ કે શ્રેયાંશભાઈ અથવા ‘સંદેશ’નાં શેઠ ચીમનભાઈ કે ફાલ્ગુનભાઈના જેમને અનુભવો હોય એવા ગુજરાતી પત્રકારો મુંબઈ સમાચારના મંચી શેઠની ખાનદાની અને ભલમનસાઈ અનુભવીને ગળ ગળા થઇ જતા મેં જોયા છે. ૧૯૯૪મા મંચી શેઠ મુંબઈ સમાચારની ગુજરાત એડીશનના પ્લાન સાથે અમદાવાદ આવ્યા. એ વખતે અમદાવાદના સેન્ટર પોઈન્ટ કહેવાતા  મોંઘા પોશ પંચવટી એરીયામાં સૂર્યરથ બિલ્ડીંગમાં કોઈ કોર્પોરેટ ઓફિસને ટક્કર મારે એવી છાપાની ઓફીસ એમણે બનાવેલી. બીજા છાપાના પત્રકારો એ જોવા આવતા અને મીઠી ઈર્ષ્યા કરતા. ગીરીશ ત્રિવેદી અમારા નિવાસી તંત્રી હતા અને મયંક વ્યાસ ચીફ રિપોર્ટર. મેં પણ ‘આજતક’ ન્યુઝ ચેનલના ગુજરાત બ્યુરો ચીફ બનતા પહેલા બે વરસ મુંબઈ સમાચારની અમદાવાદ ઓફિસમાં  રિપોર્ટર તરીકે કામ કરેલું. એ વખતનો કદી ના  ભૂલી શકાય એવો જિંદગીનો યાદગાર અનુભવ દર મહિનાની પહેલી તારીખે થતો. મંચી શેઠ પોતે એ દિવસે ખાસ મુંબઈથી અમદાવાદ આવતા. વારા ફરતી દરેકને તંત્રીથી માંડીને રિપોર્ટર  અને પટ્ટાવાળા સુધીના સૌને એકલા પોતાની કુશાંદે ચેમ્બરમાં બોલાવતા અને પોતાના બે હાથે પ્રેમથી  પગારના ચેકનું કવર આપતા. એમની પારસીશાઈ બોલીમાં ખબર અંતર પુછતા. માત્ર ઔપચારિકતા જ નહિ, મોકળાશથી એમને જે કહેવું હોય એ કહી શકાતું. આમ તો એમનું શરીર પહાડી, ચહરો ભારે અને ફ્રેંચ કટ દાઢીમાં અત્યંત પ્રભાવશાળી લાગે પણ આપણને એમનો કદી ભાર ના લાગે એવું નમ્ર સરળ વર્તન અને મીઠી પારસી બોલીમાં વાત કરવાનું શરુ કરે ત્યારે તો બાળ સહજ લાગે. 

એમનાં વ્યક્તિત્વનો વધુ એક રોમાંચક પ્રસંગ કહું. ક્રાઈમ રિપોર્ટર પ્રશાંત દયાળ અમારી ટીમનો સૌથી તોફાની સભ્ય. એક વખત રાત્રે  ગીરીશભાઈનાં ગયા બાદ પ્રશાંતે બધાની મીમીક્રી કરવાનું શરુ કર્યું. એણે  મંચી શેઠની પારસી સ્ટાઈલની પણ નકલ કરી. અમે બધા મૂરખની જેમ ખી ખી કરતા હતા. અમને કોઈને ખબર નહિ પણ મંચી શેઠ એ વખતે એરપોર્ટથી સીધા ઓફીસ આવેલા અને ધમાલ મસ્તી જોઈ, અંદર આવવાને બદલે બહાર ઉભા ઉભા બધો ખેલ – એમની પોતાની મીમીક્રી સહિત – શાંતિથી જોતા હતા. એટલી જ શાંતિથી એ કોઈને જાણ ના થાય એ રીતે નીકળીને હોટેલ જતા રહ્યા. 

બીજે દિવસે સાંજે એ પાછા આવ્યા ત્યારે ઓફીસના મુસ્લિમ સીક્યુરિટીમેન રોજા છોડીને ફળાહાર કરતા હતા અને પ્રશાંત પણ  એમની સાથે નીચે બેસીને ખાતો હતો. મંચી શેઠે આ જોયું. એ એમની ચેમ્બરમાં ગયા અને બાદમાં પ્રશાંતને બોલાવ્યો. મંચી શેઠે પૂછ્યું – ‘તમને અહી રીપોર્ટીંગ કરવા રાખ્યા છે, કે મીમીક્રી કરવા?’ પ્રશાંતની હાલત જોવા જેવી હતી. કાપો તો લોહી ના નીકળે. જવાબ પણ શું આપે? નીચે મોઢે સાંભળવાનું જ હતું. શેઠે કહ્યું, “ગઈ કાલે તમારું વર્તન જોઇને મેં તમોને છુટા કરવાનું નક્કી કરી નાખ્યું હતું, પરંતુ આજે ઓફિસમાં તમોને સીક્યુરિટીમેન સાથે જમતા જોઇને લાગ્યું કે માણસ તરીકે તમો સારા લાગો છો, એટલે આ વખતે જવા દઉં છું, પણ તમોને જેના માટે પગાર મળે છે, એ કામમાં જ  ધ્યાન આપો.” આ હતા મંચી શેઠ.

મંચી શેઠ અમારા મુંબઈ સમાચારના શેઠ ઉપરાંત, એ બોમ્બે પારસી પંચાયતના પ્રમુખ પણ રહી ચુકેલા. અમૂલ્ય  હસ્તપ્રતો  અને પ્રાચીન પુસ્તકોનો ખજાનો ધરાવતા મુંબઈના કે. આર. કામા ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટનાં ચેરમેન હતા, તેમજ એમના પરિવારના અરદેશર હોરમસજી વડીયા ટ્રસ્ટના પણ ચેરમેન હતા. સરકારી રેકોર્ડ મુજબ મુંબઈમાં સરકાર પછી સૌથી વધારે ખાનગી જમીનો આ ટ્રસ્ટની માલિકી હેઠળ છે. મુંબઈના રીઅલ એસ્ટેટ માર્કેટમાં જેની કિંમત હજારો કરોડમાં થવા જાય છે. આ વાતને સમજવા બે જ ઉદાહરણ પુરતા છે. ૧૯મી સદીમાં અરદેશર હોરમસજી વાડિયાએ બ્રિટીશ સરકાર પાસેથી આખું કુર્લા રૂ. ૩,૫૮૭ માં  લીઝ પર લીધું હતું. એ વખતે એમાં છ ગામોનો સમાવેશ થતો હતો. વીસમી સદીની શરૂઆતમાં  કામા પરિવાર પાસે ચેમ્બુરની ૧/૩ જમીન હતી. આમ છતાં, મંચી શેઠ કે કામા પરિવારના કોઈ સભ્યમાં કદી હિન્દી ફિલ્મોમાં બતાવે છે એવી  ‘જમીનદારી’ ના આવી. કોઈ ફાંકા ફોજદારી વિનાનું  સાવ સાદું સરળ એકદમ લો પ્રોફાઈલ જીવન. એમને હકથી મળતી પ્રસિદ્ધિથી પણ દૂર રહ્યા. ગુજરાતી મુદ્રણ અને પત્રકારત્વના જનક પારસી સજ્જન ફર્દુનજી મર્ઝ્બાને  ૧૮૨૨ માં શરુ કરેલા મુંબઈ સમાચાર પર  કામા પરિવારની માલિકી ૧૯૩૩ થી આવી. પરંતુ મુંબઈ સમાચારના ૧૫૦ વરસ હોય, ૧૭૫ કે ૨૦૦ એની ઉજવણીમાં પણ કામા પરદા પાછળ જ રહ્યા અને તંત્રીઓને જ આગળ કર્યા. એટલે મંચી શેઠનાં એકાકી જીવન  કે કામા પરિવાર વિષે આપણી પાસે બહુ ઓછી માહિતી છે.

મંચી શેઠની વિદાય સમયે વધુ એક વસવસો એ થાય કે જીનેટીકલી આટલા ગ્રેટ પારસીઓ આપણી જેમ પરણીને સંતાનોની બીજી પેઢી કેમ નહી આપી જતા હોય?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ