ગુજરાતમાં સરકારી ‘સ્માર્ટ' સ્કૂલો શરૂ કરવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ હોવાનું સ્પષ્ટ જણાય છે. સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી.
વર્ષ 2023-24માં સૌથી વધુ સરકારી સ્કૂલ હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 1.37 લાખ સાથે મોખરે, મધ્ય પ્રદેશ 92439 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 82307 સાથે ત્રીજા સ્થાને છે. બિહાર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં સરકારી સ્કૂલો છે. ગુજરાતમાં કુલ 34597 જેટલી સરકારી સ્કૂલો છે.