પાકિસ્તાનના ફિલ્ડમાર્શલ આસિમ મુનીરે ભારત જ નહીં અડધી દુનિયાને લઈને ડૂબવાનો દાવો કર્યા પછી ભારતે સોમવારે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસીમ મુનીરનું નિવેદન જ દર્શાવે છે કે પડોશી દેશમાં સાયલન્ટ તખ્તાપલટ થઈરહ્યો છે. પાકિસ્તાનમાં લોકતંત્રની કોઈ વ્યવસ્થા નથી ત્યાં સૈન્ય પાસે જ અસલી પાવર છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારો ખોટા હાથોમાં જઈ શકે છે.