ચોમાસાની સિઝનને શરૂ થઈ લગભગ બે મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન અમુક સમયે અમુક જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ હતી તો અમુક જિલ્લામાં નહિવત વરસાદની સ્થિતિ હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની સ્થિતિ હતી, ત્યારે હવે IMD એ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ફરી સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ શકે છે.