રાજ્યમાં આ વર્ષે પડેલા લીલા દુષ્કાળના પગલે તેમજ ક્યાર અને મહા ચક્રવાતના પગલે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. જેના પગલે ખેડૂતોના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા પાક વીમાની જાહેરાત કરવામાં આવી છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ હાર્દિકે કહ્યું હતું કે "જો સરકાર આગામી પાંચ દિવસમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી લાવે તો 2015માં થયેલા આંદોલન કરતા પણ મોટું આંદોલન કરવામાં આવશે."