નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ રાજ્ય તથા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હેલમેટ નહી પહેરવાના કારણે તોતિંગ દંડ ફાટવાના કારણે કેટલાક કિસ્સામાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ચકમકના ઘણા કિસ્સા બન્યા હતા. ત્યારે આજે આર.સી. ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે હવે શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું ફરજિયાત નથી.