સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં હિન્દુ સહિત અન્ય લઘુમતી વર્ગના લોકોની સ્થિતિ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓની સ્થિતિ પર CSWએ પાકિસ્તાન : ધાર્મિક સ્વતંત્રતા પર હુમલા શિર્ષકથી એક રિપોર્ટ જાહેર કર્યો છે. 47 પાનાના આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સરકાર લઘુમતીઓ પર હુમલા માટે કટ્ટરપંથી વિચારોને પ્રોત્સાહન આપી રહી છે.