અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વેપારયુદ્ધનો અંત આવે તેવા સંકેતો ચીને આપ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ટ્રેડવોરમાં એકબીજાના માલસામાન પર લાદેલી જકાત તબક્કાવાર રીતે પાછી ખેંચવા સહમત થઈ ગયા છે. જોકે, ચીન દ્વારા આ માટેનું કોઈ સમયપત્રક અપાયું નથી.