દેશના અર્થતંત્રમાં વ્યાપેલી મંદીની અસર હવે રોજગાર પર પણ કરવા લાગી છે. ઓક્ટોબર મહિનામાં બેરોજગારીનો દર ઓગસ્ટ ૨૦૧૬ પછી છેલ્લા ૩ વર્ષની ટોચની સપાટી ૮.૫ ટકા પર પહોંચી ગયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૯માં દેશમાં બેરોજગારીનો દર ૭.૨ ટકા હતો આમ ઓક્ટોબરમાં બેરોજગારીના દરમાં ૧.૩ ટકા વધારો થયો હતો. શુક્રવારે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જારી થયેલા આંકડા મુજબ ઓક્ટોબર મહિનામાં બેરોજગારી છેલ્લા ૩ વર્ષની ટોચે પહોંચી હતી.