ભારતે આર્થિક અને નાણાકીય આંકડાઓનાં મામલે વધુ પારદર્શક બનવું જોઈએ તેવી તાકીદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું વહીવટીતંત્ર અંદાજપત્રીય નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફ્ળ ગયું છે તે પછી IMF એ ભારત પરની ટકોર વધારી છે. તેણે કહ્યું છે કે, ય્-૨૦ દેશોની સરખામણીમાં નાણાકીય આંકડાઓ અને લક્ષ્યાંક સિદ્ધિનાં મામલે ભારત ઘણું પાછળ રહ્યું છે તેથી આ મામલે તેણે વિશ્વસનીય નાણાકીય કોન્સોલિડેશન કરવાની જરૂર છે.