આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો કરાયા બાદ હવે ભારતની પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ ભારતના જીડીપી વૃદ્ધિદરના આગામી અનુમાનમાં ઘટાડો કરી દીધો છે. વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પહેલા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર છેલ્લા ૬ વર્ષની સૌથી નીચી સપાટી પાંચ ટકા પર ગગડી ગયો હતો. એસબીઆઇએ તેની રિસર્ચ નોટમાં જણાવ્યું છે કે, જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ફક્ત ૪.૨ ટકા રહેશે.