કોલકાતામાં રમવામાં આવેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ અને 46 રનોથી હરાવી ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી જ ડે-નાઇટ ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી છે. બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી હરાવી દીધું છે.
જણાવી દઈએ કે અગાઉ ભારતે ઇંદોર ટેસ્ટમાં ત્રણ દિવસમાં જ બાંગ્લાદેશને ઇનિંગ અને 130 રનોથી હરાવ્યું હતું. ત્યારબાદ કોલકાતામાં પણ ભારતે બાંગ્લાદેશને હરાવી બે ટેસ્ટ મેચોની સિરીઝને 2-0થી પોતાના નામે કરી લીધી. આમ ભારત એક ઇનિગ્સથી સતત ચોથી જીત મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.