ફેસબુકની માલિકીનાં મેસેજિંગ વોટ્સએપ ગ્રૂપ દ્વારા ગુરુવારે કબૂલાત કરાઈ હતી કે ઇઝરાયેલના સ્યાયવેર પેગાસસ દ્વારા ભારત તેમજ આફ્રિકા, યુરોપ, મિડલ ઈસ્ટ અને નોર્થ અમેરિકાના પત્રકારો તેમજ માનવઅધિકારો માટે લડતા કાર્યકરોની જાસૂસી કરવામાં આવી હતી. કંપનીને આ મામલાની મે મહિનામાં ખબર પડી હતી. જેમની જાસૂસી કરાઈ છે તે લિસ્ટમાં ૧૪૦૦થી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે. અજાણી સંસ્થાઓ દ્વારા ઇઝરાયેલના સ્પાયવેરનો ઉપયોગ કરીને જાસૂસી કરાતી હતી. ભારતે સરકારના આઈટી મંત્રાલયે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને સોમવાર સુધીમાં ફેસબુક વોટસએપ ગ્રૂપ પાસે જવાબ માગવામાં આવ્યો છે.