અર્થતંત્રને ઘેરી વળેલી મંદીના નકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગયા વર્ષનાં સપ્ટેમ્બરની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં ૪.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૮ વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ અગાઉ ઓક્ટોબર ૨૦૧૧માં ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું હતું. સપ્ટેમ્બરમાં IIPમાં સતત બીજા મહિને ઘટાડાનું વલણ ચાલુ રહ્યું હતું.