ડુંગળી અને ટામેટાં સહિતના શાકભાજીના ભડકે બળતા ભાવને કારણે ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવો (મોંઘવારી) ૪.૬૨ ટકા પર પહોંચી ગયો હતો. સરકારના જણાવ્યા અનુસાર જૂન ૨૦૧૮ પછીના ૧૬ મહિનામાં પહેલીવાર રિટેલ મોંઘવારી ભારતીય રિઝર્વ બેન્કના ફુગાવાના મિડિયમ ટર્મ ટાર્ગેટ ૪ ટકાથી પણ ઉપર ચાલી ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ૩.૯૯ ટકા નોંધાયો હતો.