દિલ્હી હાઇકોર્ટના વર્ષ ૨૦૧૦ના ચુકાદાને યથાવત્ રાખતાં બુધવારે સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની કચેરી જાહેર સત્તામંડળ છે અને માહિતી અધિકાર કાયદાના દાયરામાં આવે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એન વી રામન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની પાંચ જજની બંધારણીય બેન્ચે ૩ અલગ અલગ પરંતુ સમાનતા ધરાવતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને સુપ્રીમ કોર્ટના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસરની દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતી ૩ અપીલો નકારી કાઢી જણાવ્યું હતું કે, માહિતી અધિકાર કાયદા, ૨૦૦૫ અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને તેના ચીફ જસ્ટિસ જાહેર સત્તામંડળ છે.