પ્રમુખ ઈબ્રાહીમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થતાં હવે ફર્સ્ટ-વાઇસ-પ્રેસિડેન્ટ મોહમ્મદ મોખબેર સત્તા સંભાળી લેશે. આ કાર્યવાહી ઈરાનના સંવિધાનને અનુરૂપ છે. પરંતુ તેમાં આખરી મંજૂરી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખોમેનીની મંજૂરી અનિવાર્ય બની રહેશે. જે અંગે માનવામાં આવે છે કે, આયાતોલ્લાહ મંજૂરી આપી જ દેશે કારણ કે મોખબેર આયાતોલ્લાહના નિકટવર્તી છે.