દેશમાં ડુંગળીના આવક વધી હોવા છતાં પણ ભાવમાં ઘટાડો ન આવતા કેન્દ્ર સરકારે કડક પગલાં ભર્યાં છે. દેશભરમાં વેપારીઓ દ્વારા ડુંગળીની સંગ્રહખોરીની તથા ભાવમાં કૃત્રિમ ઉછાળાનું ધ્યાનમાં આવતા આવકવેરા વિભાગે દેશભરમાં ડુંગળી વેપારીઓના ૧૦૦ સ્થળોએ દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, નાગપુર, નાસિક અને મુંબઈમાં ડુંગળી વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ પાસે ડુંગળીનો કેટલો સ્ટોક પડેલો છે.