જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ગુરુવારે આતંકવાદી હુમલામાં સફરજન લેવા ગયેલા બે ટ્રક ચાલકોના મોત થયા છે જ્યારે અન્ય એક ટ્રકચાલક ઘાયલ થયો છે. બે ટ્રકચાલકોના મૃતદેહ પોલીસે કબજે લીધા છે અને ઘાયલ ચાલકને શ્રીનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રકચાલકો સુરક્ષા દળોને જાણ કર્યા વગર અંતરિયાળ હિસ્સામાં ગયા હતા. પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે જણાવ્યું કે, ગુરુવાર સાંજે શોપિયાંના ચિત્રગામમાં આતંકવાદીઓએ ટ્રકો પર ફાયરિંગ કર્યું જેમાં ત્રણ ચાલક ઘાયલ થઈ ગયા.