જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી (J&K Election) યોજાઈ રહી છે. ત્રણ તબક્કામાં યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે એટલે કે બુધવારે (18 સપ્ટેમ્બર) મતદાન થશે. આજે મંગળવારે સવારે મતદાન પ્રક્રિયાના કર્મચારીઓ મતદાન સ્થળો માટે રવાના થયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જેના માટે કુલ 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.