જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા યુરોપીય સાંસદોના દળે બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. ડેલિગેશન તરફથી કહેવામા આવ્યુ છે કે, ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને ઘણી આશા છે. આર્ટિકલ 370ને આ સાંસદોએ ભારતની અંગત બાબત ગણાવી છે અને કહ્યુ કે, ભારત-પાકિસ્તાને પરસ્પર વાતચીત કરવી જોઇએ.સાથે જ તેમણે ભારત દ્વારા આતંકવાદનો ખાત્મો કરવાને લઇને કરવામાં આવી રહેલા પ્રયત્નો પર સમર્થન જાહેર કર્યું હતું.