ભારતના ચૂંટણી પંચે શુક્રવારે ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ૩૦મી નવેમ્બરથી શરૂ થનારી ચૂંટણી પાંચ તબક્કામાં પૂરી કરાશે અને ૨૩ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો પર ૩૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી પાંચ ચરણમાં મતદાન યોજાશે. ૩ દિવસ બાદ ચૂંટણીના પરિણામ જાહેર થશે.