મહારાષ્ટ્રના 'મહા'નાટકમાં નવો રાજકીય સ્ટંટ થયો છે. શનિવારે મુખ્યમંત્રી બનનાર દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે. હવે આવતી કાલે બુધવારે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે સાંજ સુધીમાં શિવસેના- NCP અને કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે રાજ્યપાલ સમક્ષ દાવો કરશે.
આજે સાંજે 6 વાગ્યે ત્રણેય શિવસેના-NCP અને કોંગ્રેસના પક્ષના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને ત્રણેય પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવશે અને ઉદ્ધવ મુખ્યમંત્રી બનશે. આ સાથે ઉપમુખ્યમંત્રી પદે NCPના જયંત પાટિલ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટના નામની ચર્ચા થઈ રહી છે. શપથગ્રહણ કાર્યક્રમ રાજભવન ખાતે યોજાઈ તેવી શક્યતા છે.
હવે ટૂંક સમયમાં બીજેપીના ધારાસભ્ય કાલિદાસ કોલંબેકર રાજ્યપાલને મળીને પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેશે. જ્યારે આજે સાંજે સાત વાગે એનસીપી-શિવસેના અને કોંગ્રેસ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એ પહેલાં આ ત્રણેય પક્ષમાં એક બેઠક પણ કરવામાં આવશે.