મનોહરલાલ ખટ્ટર હરિયાણા માં આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગઈકાલે યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. ખટ્ટર હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળી અને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કરશે.
સૂત્રોના મતે રવિવારે દિવાળીના દિવસે બે વાગ્યે ખટ્ટર ચંડીગઢ સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોએ જણાવ્યું કે હરિયાણામાં બે ઉપમુખ્ય મંત્રી બની શકે છે જોકે, ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે હરિયાણામાં એક જ ઉપમુખ્ય મંત્રી હશે.
આ પહેલાં શુક્રવારે રાત્રે ભજપા અને જેજેપીની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, બંને પાર્ટીઓએ મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભાજપના બનશે જ્યારે ઉપમુખ્યમંત્રી જેજેપીના બનશે. ઘણાં અપક્ષના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. હરિયાણાની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેમની ભાવનાઓને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે