મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાંને ૧૪ દિવસ વીતી ગયા છતાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાની વહેંચણીની મડાગાંઠ ચરમસીમા પર પહોંચી છે. મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૮ નવેમ્બર એટલે કે આવતીકાલ શુક્રવારે સમાપ્ત થાય છે. તે પહેલાં રાજ્યમાં સરકારની રચના નહીં થાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી શકે છે.