દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ગોળીબાર પછી રોષે ભરાયેલા વકીલોએ પોલીસ વાહનોમાં તોડફોડ કરીને આગચંપી પણ કરી હતી. વકીલોએ કેટલાક પોલીસ અધિકારીને માર પણ માર્યો હતો. ઘટનાના કવરેજ માટે પહોંચેલા મીડિયા કર્મીઓની પણ મારપીટ થઇ હતી. વકીલો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.અથડામણમાં કેટલાક વકીલો ઘાયલ થતાં તેમને સેન્ટ સ્ટીફન હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. વકીલો અને પોલીસ વચ્ચે અથડામણ શા માટે સર્જાઇ તેનું કારણ હજી જાણી શકાયું નહોતું.