લોક જનશક્તિ પાર્ટી (LJP)એ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી 81માંથી 50 સીટ પર ચૂંટણી લડશે. LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું કે, મંગળવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ LJPએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.