અરબી સમુદ્રમાં સક્રિય થયેલું 'મહા' વાવઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આ અંગે એક રાહતનાં સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, 7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાશે નહીં. હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 7મી નવેમ્બરના દિવસે 'મહા' વાવાઝોડું દીવથી 40 કિ.મી. દૂર દક્ષિણમાં જ આવશે. જે બાદ સાંજે જ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે. જેના કારણે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં આજે ભારે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની સંભાવના છે.