Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ સુધી સૌથી મોટા ઉલટફેરથી શિવસેના, કોંગ્રેસ અને NCPને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને NCPના અજીત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. જ્યારે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ નિર્ણય પાર્ટીનો નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અજીત પવારે દગો કર્યો છે. રાજ્યમાં મચેલા સિયાસી ઘમાસાણની વચ્ચે શિવસેના અને NCPએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

ભાજપએ હરિયાણામાં અને બિહારમાં પણ આવું જ કર્યું હતું : ઉદ્ધવ

જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના જે કરે છે તે દિવસના અજવાળામાં કરે છે. અમે લોકોને જોડવાની કોશિશ કરીએ છીએ અને તે લોકો તોડવાની કોશિશ કરે છે. આ જે ખેલ ચાલી રહ્યો છે તે આખો દેશ જોઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે થયું છે તે છત્રપતિ શિવાજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઈક છે. 

બહુમત સાબિત નહીં કરી શકેઃ શરદ પવાર

શરદ પવારે દાવો કર્યો કે દેવેન્દ્ર ફડણવીસ બહુમત સાબિત કરી શકશે નહીં. અમે એકસાથે છીએ, અજીત પવારની પાસે જે ચિટ્ઠી હતી તેમાં દરેક 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. શરદ પવારે કહ્યું કે આજે સાંજની બેઠકમાં આગળનો નિર્ણય નક્કી થશે. અમે જે નિર્ણય લઈશું તેમાં શિવસેનાની સહમતિ બની શકશે નહીં. મને કોઈ ચિંતા નથી. પહેલાં પણ મારી સાથે આવું થઈ ચૂક્યું છે. અમે રાજ્યપાલને 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અમારી પાસે નંબર છે અને અમે સરકાર બનાવીશું.

શરદ પવાર બોલ્યા - અજીત પવારનો પોતાનો નિર્ણય

એનસીપી પ્રમુખ શરદ પવાર બોલ્યા કે આ અજીત પવારનો પોતાનો નિર્ણય છે. આ નિર્ણય પાર્ટીની વિચારધારાની વિરુદ્ધનો છે. કેટલાક નિર્દલીય ધારાસભ્યો અમારી સાથે છે. કેટલાક ધારાસભ્યો બીજેપીની સાથે આવ્યા છે. આ ધારાસભ્યોને પાર્ટી બદલવાનો નિયમ ખ્યાલ હોવો જોઈએ. મને અજીત પવારના ડેપ્યુટી સીએમ બનવાની વાત અચાનક ખબર પડી છે. અમારે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ