મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બુધવારથી શરૂ થયું. પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલંબકરે સૌથી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ત્યારપછી કોલંબકરે દરેક 288 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. NCP સાંસદ સુપ્રીયા સુલે વિધાનસભાના દરેક ધારાસભ્યોને ગૃહ સુધી લઈ ગયા હતા. સુપ્રીયા તેમના ભાઈ અજીત પવારને ગળે લાગ્યા હતા.
સુપ્રીયા સુલેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ હાથ જોડીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને જ્યારે તેઓ આગળ વધવા ગયા ત્યારે તેમના ખભે હાથ મુકીને તેમની સાથે વાત પણ કરી હતી. સુપ્રીમયાએ પૂર્વ સ્પીકર અને બીજેપીના સીનિયર નેતા હરીભાઈ બગાડે અને અન્ય નેતાઓનું પણ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અંતે છેલ્લા કેટલાય દિવસથી તણાવવાળું વાતારણ ચાલતુ હતું તે હળવું થઈ ગયું હતું.