રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ફરી એક વખત સસ્પેન્સ વધારી દીધું છે. તેમણે સોમવારના રોજ એવું નિવેદન આપ્યું કે જેના કારણે મહારાષ્ટ્રમાં ફરીથી કોંગ્રેસ, NCP અને શિવસેનાની ગઠબંધનને લઈને કોકડું વધારે ગુંચવાયું છે. તેમણે પત્રકારો સાથેના સવાલ-જવાબમાં કહ્યું કે "શિવસેના અને ભાજપને જ પૂછો કે મહારાષ્ટ્રમાં સરકાર કેવી રીતે રચાશે."