શિવસેના, NCP અને કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) પર કેટલીક જાહેરાતો કરી છે. જે હેઠળ ત્રણેય દળ ખેડૂત, રોજગાર, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, મહિલાઓ, શિક્ષા, ગ્રામિણ વિકાસ જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતાની સાથે કામ કરશે.
1 રૂપિયામાં સારવાર, ખેડૂતોની દેવામાફી
ઉદ્ધવ સરકારે ખેડૂતો માટે નવી પાક વીમા યોજના લાવશે, સાથે જ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનું કામ કરવામાં આવશે. સરકારના CMPમાં સરકારી વિભાગોના તમામ પદ ભરવામાં આવશે. રાજ્યના તમામ લોકોને 1 રૂપિયામાં સારવાર આપવાનો વાયદો પણ સરકારના એજન્ડામાં સામેલ છે. દુષ્કાળ પીડિત ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. CMPમાં સેકુલર શબ્દ પર પણ જોર આપવામાં આવ્યું છે જેને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે.
મહિલાઓ માટે
1. આ સરકાર માટે મહિલાઓની સુરક્ષા ટોચની પ્રાયોરીટીમાં છે.
2. આર્થિક રીતે પછાત છોકરીઓને ફ્રી શિક્ષણ અપાશે.
3. શહેર અને જિલ્લામાં વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલ બનાવાશે.
4. આંગણવાડીની આશા વર્કર બહેનોના વેતનમાં વધારો કરાશે અને તેમને અપાતી સુવિધા પણ વધારાશે.
5. મહિલા સશક્ત બનાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવાશે.
CMPમાં કરવામાં આવેલી અન્ય જાહેરાતો
- ખેત મજૂરો અને આર્થિક પછાત બાળકોને વગર વ્યાજની એજ્યુકેશન લોન આપવામાં આવશે
- દરેક તાલુકામાં એક રૂપિયામાં સારવાર મેળવવા માટેના હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે
- દરેક જિલ્લામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
- રાજ્યના દરેક વ્યક્તિને મેડિકલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે.
- દરેક સરકારી ખાલી પદ ભરવામાં આવશે
- બરોજગાર યુવકોને ફેલોશિપ આપવામાં આવશે
- નોકરીમાં સ્થાનિક લોકોને 80 ટકા આરક્ષણ આપવાનો કાયદો લાવવામાં આવશે