મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસાની ઘટના બની છે. મૈતેઈ સમુદાયના અનેક વિદ્યાર્થીઓએ રાજભવનમાં પથ્થરમારો કર્યો છે. અહેવાલો મુજબ આ ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પથ્થરમારામાં સુરક્ષા કર્મચારીઓએ પણ ભાગવાની નોબત આવી છે. એવું કહેવાય છે કે, રાજ્યમાં થોડા દિવસો પહેલા હિંસા થઈ હતી, તેના વિરોધમાં પથ્થરમારો કરનારાઓ બે દિવસથી દેખાવો કરી રહ્યા હતા. દેખવકારો કેન્દ્રીય દળોને પાછા ખેંચવા તેમજ મુખ્યમંત્રી એન.બીરેન સિંહને એકીકૃત દળોની કમાન સંભાળવાની માગ કરી રહ્યા છે.