સંસદના શિયાળુ સત્રમાં પસાર કરાયેલા નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ડાબેરી પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા દેશવ્યાપી બંધનું એલાન અપાયું હતું. જેના અનુસંધાનના દેશના ૧૨ રાજ્યોમાં કાયદાના વિરોધમાં પ્રચંડ લોકજુવાળ જોવા મળ્યો હતો. દેશભરમાં હજારો લોકોએ સડકો પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.