સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના દોષી અક્ષય કુમાર સિંહની પુનઃવિચાર અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે અમે કોઇપણ દબાવ વગર આ ચુકાદો સંભળાવી રહ્યાં છે. અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજીમાં કોઇ નવું તથ્ય નહોતું જેને લઇને અરજી નામંજૂર કરવામાં આવી છે. આમ પટિયાલા કોર્ટ દ્વારા ડેથ વોરંટને લઇને જે સુનાવણી થવાની છે તેને લઇને રસ્તો ક્લિયર થઇ ગયો છે.